બદલાવ – સમય ની માંગ

  • May 2, 2015
  • BLOG
  • No Comments

 

પરિવર્તન સંસાર નો નિયમ છે – ગીતા સાર

તા. 02 – 07 – 2014 ના રોજ માનનીય ઉચ્ચ ન્યાયાલય (Hon’ble Supreme Court of India) એ એક ચુકદો આપ્યો કે ભારતીય કાનૂન (IPC) ની કલમ 498A ની ખુબજ ભારી માત્રા માં પરિણીત પુરુષો ઉપર દુરુપયોગ થઇ રહ્યો છે.

આકડાઓ જોઈએ તો જાણવા મળે કે દર ૮ મીનીટે એક પુરૂષ આત્મહત્યા કરી રહ્યો છે.

માનનીય ઉચ્ચ ન્યાયાલયે (Hon’ble Supreme Court of India) 498A ની કલમ ને કાનૂની આંતકવાદ (Legal Terrorism) ની ઉપમા આપી અને આ સાથે સાથે હુકુમ પણ આપ્યો કે 498A ની કલમ માં તુરંત અટક કરવામાં ના આવે અને જો પૂરતા સબુતો વિના પોલીસ અટક કરે તો પોલીસ અને મેજીસ્ટ્રેટ ઉપર સુપ્રિમ કોર્ટ ની અવમાનના નો કેસ ચલાવવામાં આવે.

આટલા સખ્ત આદેશ બાદ પણ ભારતીય સરકાર અને વિરોધ પક્ષ બંન્ને મૌન ધારણ કરી ને બેઠા છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે ભારત નું ચોથું આધાર સ્તંભ એટલે કે મિડિયા પણ અ વિષય પર મૌન ધારણ કરી ને બેઠું છે.

સન. 1983 માં બનેલી આ વિવાદિત કલમ 498A નો સદુપયોગ ઓછો પણ દુરુપયોગ ખુબજ ભરી માત્રા માં વધી ગયો છે. 498A , DV Act, 125 Crpc આ કાયદાઓ લિગલ બ્લેકમેલ કરવાની ઈન્ડસ્ટ્રી બની ગયી છે. પૈસા કમાવવાનો સૌથી આસાન ઉપાય આ 498A, DV Act, 125 Crpc દ્વારા મળે છે. આ કલમો દ્વારા પૈસા ની ઉઘરાણી (વસૂલી) કરી સમાધાન કરવામાં આવે છે. સમાધાન કરવા માટે અને કેસ પાછા ખેચવા માટે લાખો, કરોડો રૂપિયા સાથે મિલકત ની માંગણી કરવામાં આવે છે અને આ રીતે પુરુષો ના પરિવાર ને લિગલી બ્લેકમેલ કરવામાં આવે છે.

લગ્ન જીવન ટકવું કે તૂટી જવું એ ઈશ્વર ને આધીન છે, કોઈ સંબંધ કાયમી નથી હોતા, લગ્ન જો તુટવાના હોય તો ૬૦ વર્ષે પણ તૂટી જાય છે, પણ ફક્ત રાગ દ્વેષ મેં આવી, ખોટા કેસો કરી, પુરુષો ને હેરાન કરવા શું આ અન્યાય નથી ???

અને ખોટા કેસો કરી પૈસા ની માંગણી કરવી, શું એ પુરુષો ના માનવાધિકાર નું હનન નથી???

દરેક તબક્કે ફક્ત પુરુષ જ પૈસા આપે, શું આ માનવાધિકાર નું હનન નથી.???

સ્ત્રી અને પુરુષ પોતાની પસંદગી થી અન્રે મરજી થી જીવનસાથી ની શોધ કરી પરણે છે, અને પરણ્યા પછી બન્ને ની સહમતીથી કુદરતી સહવાસ માણે છે અને બાળક ને દુનિયા માં લાવે છે. પણ જો કોઈ બાબતે લગ્ન જીવન માં ભંગાણ પડે તો ફક્ત ને ફક્ત પુરુષોને જ પૈસા આપવા પડે છે, આવો અન્યાય કેમ ???

જો બધું એક બીજાની સહમતી થી અને મરજી થી થયું હોય તો સજા ફક્ત ને ફક્ત પુરુષો ને જ કેમ મળે છે ???

શું અ પુરુષો ના માનવાધિકાર હક્કો નું હનન નથી ???

સજા ફક્ત પુરુષો ને જ કેમ ???

આજે એકવીસમી સદી માં આપણે સ્ત્રીઓને સમાન હક્ક આપવા માટે ઢંઢેરો પીટીએ છીએ પણ ભારતીય કાનૂન ની અમુક કલમો સ્ત્રીઓ ને અબલા નારી સાથે મોહતાજ અને આત્મનિર્ભય નથી બનવા દેતી. જેવી રીતે કે 125 Crpc, DV Act માં મેન્ટેનેંન્સ (Maintenance) માગી સ્ત્રીઓને પુરુષો ની મોહતાજ બનાવે છે અને આત્મનિર્ભર નથી બનવા દેતી।

જો પુરુષ સ્ત્રી નો ત્યાગ કરે તો ભારતીય સંવિધાન ભરણપોષણ નો અધિકાર સ્ત્રી ને આપે છે, તો જયારે સ્ત્રી પુરુષ નો ત્યાગ કરે ત્યારે પુરુષ ને ભરણપોષણ કેમ નથી મળતું ???

સ્ત્રી અને પુરુષ નું લગ્ન જીવન તૂટે તો કેમ પુરુષ ને જ જિમ્મેદાર સમજવામાં આવે છે ???

આજે ઘરેલું હિંસા કાયદો કાયદો એટલે કે DV Act કેમ સાસુ, નણંદ, ભાભી, કાકી, મામી વગેરે સ્ત્રીઓને રક્ષણ નથી અપાતું ???

શું પુરુષો ના પરિવાર ઉપર ઘરેલું હિંસા નથી થતી ???

આજે ઘરેલું હિંસા નો શિકાર પુરુષ પણ થાય છે અને એનો પરિવાર પણ, તો આ બધા ને ભારતીય કાનુન કેમ રક્ષણ નથી આપતું ???

મહિલા આયોગ કેમ લાખો, કરોડો સાસુ, નણદ, ભાભી, કાકી, મામી, વગેરે સ્ત્રીઓને રક્ષણ નથી આપતું ???

મહિલા આયોગ શું ફક્ત ને ફક્ત વહુઓ માટેજ છે ???
અને જો હાં હોય તો મહિલા આયોગ નું નામ જ બદલી નાખવું જોઈએ।

આજે સ્ત્રીઓ ખોટા ખોટા કેસો કરી સમાધાન કરવા માટે લાખો, કરોડો રૂપિયા માંગતી થયી ગયી છે, તો શું આ વસૂલી નો ધંધો ગેરકાયદેસર ના કહેવાય ???

સાથે આ વસૂલી ના પૈસા ઉપર એમને ટેક્ષ ચૂકવવો નથી પડતો, કેમ ???

ચેસ એટલે લગન

ચેસ એક માત્ર એવી રમત છે જેમાં લગ્નનું સાચું પ્રતિબિંબ પડે છે.
બિચારો રાજા એક જ ચલ ચાલી શકે છે, જયારે રાણી ને નમામ ચાલ ચાલવાની છૂટ છે.chess3

આજે ખોટા કેસ ને કારણે પુરુષ પરિવાર ની માન પ્રતિષ્ટા ખોરવાય છે અને શું ???

આપણો ભારતીય કાનૂન ખોટા કેસ કરતી સ્ત્રીઓને સજા કેમ નથી આપતું ???

આજે કોર્ટ માં સ્ત્રીઓ ને 498A માં સંપૂર્ણ ફ્રી માં કેસ લડવાની સગવડ ભારતીય કાનૂન આપે છે અને પુરુષો ને પોતાના ગાંઠ ના પૈસા ખર્ચી વર્ષો સુધી કેસ લડવા પડે છે આવું વાલાદુજુ અને પુરુષો સાથે અછુતપણું કેમ ???

સમાન હક્ક નો અર્થ એ થાય કે સ્ત્રી અને પુરુષ ને, બન્ને ને એક સમાન સગવડ આપવી, પણ આપણી વ્યવસ્થા પુરુષો ના માનવાધિકાર નું ખુલ્લેઆમ હનન કરે છે અને ફક્ત સ્ત્રીઓને જ તરફેણ કરે છે, આવો અન્યાય કેમ ???

સન 1983 ના સમય અનુસાર અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધ્યા હોવાના કારણે સરકારે 498A ની કલમ બનાવી, અને એ સમયે ઈંટરનેટ, મોબાઈલ , કોમ્યુટર, કલર ટી.વી., ફેસબુક, વ્હોટસઅપ, ટ્વીટર, આવા કોઈ માધ્યમ ન હતા, અને સમય યુગ બંને જુદા હતા. પણ આજે આપડે સન 2015 માં છે સમય બદલાયી ગયો છે, યુગ બદલાયી ગયો છે, દાયકાઓ ગુજરી ગયા છે, પણ 498A નો કાયદો કેમ નથી બદલ્યો ???

આ કાયદો બનાવનાર વ્યક્તિઓ પણ કદાચ મરી ગયા હશે, પણ આજ સુધી આ કાયદો નથી બદલાયો। 498A ને કાનૂની આંતકવાદ (Legal Terrorism) અને લીગલ બ્લેકમેંલીંગ નું સાધન કેહવામાં આવે છે. આ કલમ ના કારણે લાખો પુરુષ અને એમના પરીવારે આત્મહત્યા કરી છે. આત્મહત્યા એટલી વધી ગયી છે કે દર ૮ મીનીટે એક પુરુષ આ કલમ 498A ના દુરુપયોગ કારણે આત્મહત્યા કરે છે.

સ્ત્રી ફક્ત એક ખોટી ફરિયાદ નોંધાવે 498A ની, બસ ભારતીય કાનૂન પુરુષ ના પરિવાર ને આરોપી તરીકે જુવે છે. શું આ માનવાધિકાર નું હનન નથી ???

અને જો આટલા વર્ષો સુધી 498A નો ખોટો કેસ ચાલે અને અંત માં ચુકાદો આવે છે કે કેસ ખોટો હતો ત્યારે ભારતીય કાનૂન તે સ્ત્રી ને ખોટા કેસ કરવાની સજા કેમ નથી આપતી ???

સમય સમય ઉપર દરેક કાયદા માં સંશોધન કરી ફેરફાર અને જરૂર મુજબ સુધારા દરેક દેશ કરે છે, પણ ભારત માં પુરુષો ઉપર અત્યાચાર તો જુઓ કે 1983 માં બનેલો કાળો કાયદો આજે પણ પુરુષો ને હેરાન કરવા માટે વપરાય છે. શું આ માનવાધિકાર નો ભંગ નથી ???
સાસુ, નણંદ, સસરા, નાનો ભાઈ, મામી, કાકી, જમાઈ, વગેરે તમામ જે પુરુષ પરિવાર સાથે જોડાયેલા હોય એ તમામ ના માનવાધિકાર નું રક્ષણ કરવામાં આવે, અને ખોટા કેસ કરવાવાળી સ્ત્રીઓને પણ સખ્ત સજા કરવામાં આવે અને સાથે સાથે છુટાછેડા (Divorce) ને સ્ત્રી અને પુરુષ માટે આસાન બનાવવામાં આવે, કારણ કે છુટાછેડા અને આસાની થી અને વગર મેહનતે પૈસા કામવા માટે સ્ત્રી પુરુષો ઉપર ખોટા કેસો કરે છે અને માનનીય અદાલત નો બહુમૂલ્ય સમય બગાડે છે અને કર ભરનારા અને સરકાર ની મૂડી પણ બગાડે છે.

સમય આવી ગયો છે કે 498A ની સાથે ભારતીય લગ્ન ને લગતા તમામ કાયદાઓનું સંસોધન કરવા માં આવે અને નવેસર થી દરેક કાયદાઓ ઉપર સંશોધન કરી , પુરુષો ના માનવાધિકાર નું ધ્યાન રાખવામાં આવે.

 

– By KM

Twitter